Lyrics

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હૂઁ આવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હૂઁ પીવડાવું છું વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હૂઁ પીવડાવું છું પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં, આમ છતાં ક્યાં આવું છું? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે એ, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર-ઘર હાથ લંબાવું છું ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર-ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે શ્રીમંતોનું સુખ સરાહીં, આંગણ જોવા આવું છું શ્રીમંતોનું સુખ સરાહીં, આંગણ જોવા આવું છું રજા સિવાય અંદર ના આવો અરે, રજા સિવાય અંદર ના આવો, વાંચીને વયો હૂઁ જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુડે નાઉ છું દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુડે નાઉ છું સંતો ભક્તોના અપમાનો સંતો ભક્તોના અપમાનો, જોઈ અને અકળાવું છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ઓળખનારા ક્યાં છે આજે? દંભીથી દુભાવું છું ઓળખનારા, આ... ઓળખનારા ક્યાં છે આજે? દંભીથી દુભાવું છું આપ કવિની ઝુંપડીએ હૂઁ આપ કવિની ઝુંપડીએ હૂઁ રામ બની રહી જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હૂઁ આવું છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે
Writer(s): Aapa Bhai Gadhvi, Appu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out